મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશજીની આરતી - etv bharat
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણેશ ચતુર્થી પ્રસંગે રોજ સાંજે સાડા સાત વાગ્યે આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે. અહીં આવતા દર્શનાર્થીઓને વિશ્વાસ છે કે, ગણપતિદાદા તેમની મનોકામના પૂર્ણ કરતા હોવાથી આ મંદિરને મનોકામના સિદ્ધિવિનાયક મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ સિદ્ધિવિનાયક મંદિરમાં આબેહૂબ મુંબઈના સિદ્ધિવિનાયક જેવી જમણી સૂંઢવાળા ગણપતિની પ્રતિમા છે.