હિંમતનગરમાં કોરોના વાઈરસના પગલે ચીનથી આવેલો યુવક દાખલ, રિપોર્ટ અંગે અનેક શંકા-કુશંકાઓ - વાયરસ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત રોજ પ્રાંતિજના એક યુવકને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જે ચીનમાં મેડિકલ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતો હતો, પરંતુ કોરોના વાઇરસના પગલે સ્વદેશ આવતા તેને એરપોર્ટથી સીધા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેના પગલે હાલમાં આઇસોલેશન વોર્ડ ખાતે તેની વિવિધ સારવાર કરાઈ રહી છે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી જેના પગલે આ યુવકને વાયરસ છે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ચીનથી આવેલા યુવકને દાખલ કરતાં સ્થાનિક વિસ્તારમાં અનેક શંકા-કુશંકાઓ સર્જાઇ છે, ત્યારે સરકારે રિપોર્ટ અનુસાર યુવકના તમામ રિપોર્ટ આવ્યા બાદ જ નક્કી થઈ શકશે કે તેને કોરોના વાયરસ છે કે નહીં