વડોદરા: નર્મદા કેનાલમાં ડૂબી જતાં એક યુવાનનું મોત - Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરના છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવ્યું હતું. આ યુવકે ઝંપલાવ્યા બાદ જીવ બચાવવા પાણીમાંથી બહાર નીકળવા માટે બુમ મચાવી હતી. પરંતુ કોઈની મદદ મળે તે પહેલા યુવક પાણીમાં ગરક થવા લાગ્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળે દોડી આવેલી ફાયર બ્રિગેડની ટીમે યુવકને કેનાલમાંથી બહાર કાઢી પ્રથમ તેનો જીવ બચાવવા માટે તેના હૃદયનું પંપિંગ કર્યું હતું. પરંતુ પ્રયત્નો સાથર્ક ન નીવડતા યુવકનું મોત નીપજ્યું હતું. તેમજ અજાણ્યા યુવકનો મૃતદેહ પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
TAGGED:
વડોદરા