સુરેન્દ્રનગરઃ થાનમાં કન્ટેઇનરમાં આગ લાગતા એક મહિલાનું મૃત્યું - Fire brigade
🎬 Watch Now: Feature Video

સુરેન્દ્રનગરઃ થાન-તરણેતર રોડ પર આવેલી સિરામીકમાં કન્ટેઇનરમાં અચાનક આગ લાગતા એક મહિલા કામદારનું મૃત્યું નિપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ મહિલાઓને ગંભીર ઈજા થઈ હતી. થાનના તરણેતર રોડ પર આવેલી શનિ સીરામીકમાં ઈલેક્ટ્રિક વાયરને કન્ટેઇનર અડી જતાં શોટસર્કિટ થઇ હતી, જેથી કન્ટેઇનરમાં આગ લાગી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આગ લાગતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી, સાથોસાથ પોલીસની ટીમે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.