લોકડાઉન વચ્ચે વિસનગરના સાર્વજનિક RO પ્લાન્ટ પર અનોખી પ્રથા શરૂ કરાઈ - maheshana news
🎬 Watch Now: Feature Video
મહેસાણા: 21 દિવસના લોકડાઉન વચ્ચે વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલા સાર્વજનિક પાણીના આરોપ્લાન્ટ પર અનોખી પ્રથા શરૂ કરાઈ છે. વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે રાષ્ટ્રમાં કોરોના વાઇરસ હાવી ન બને માટે વડાપ્રધાન દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જોકે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે સરકારે કેટલાક વેપારીઓને વેપાર માટે છૂટછાટ આપી છે પરંતુ આજે વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલા પાણીના આરોપ્લાન્ટ પર લોકોની હમેશા ભીડ જામેલી રહેતી હોય છે તે પ્લાન્ટને સ્થાનિક ગ્રામપંચાયત દ્વારા સલામતીના ભાગ રૂપે બંધ રાખવા જણાવાયું હતું. જોકે પીવાનું પાણીએ લોકોની પ્રાથમિક અને જીવન જરૂરિયાત હોઈ સંચાલકે લોકોની માંગ ને ધ્યાને રાખી પાણીના આ આરોપ્લાન્ટ પર આવતા લોકોને લાઈનમાં એક બીજા વચ્ચે અંતર રાખી ઉભા રહેવા અને આવતા દરેક લોકોના હાથ સેનેટાઇઝર થી સાફ કર્યા પછી જ પાણી ભરવા દેવા કડક વલણ અપનાવ્યું છે તો પાણી ભરતા સમયે પાણી કેરબા નજીક પણ કોઈ વ્યક્તિ ઉભું ન રહે જેથી પાણી શુદ્ધ રહે તે રીતેની વ્યવસ્થા કરી વાઇરસની મહામારી સામે સલામતી માટેનું એક ઉત્તમ વ્યવસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.