ખેડામાં નેશનલ હાઇવે 8 પર ટ્રકમાં આગ લાગી - matar
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લાના માતર નજીક નેશનલ હાઈવે નંબર 8 પર જઈ રહેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેથી નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હાઈવે પર ટ્રકમાં આગ લાગવાને લીધે થોડા સમય માટે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હરિયાણા પાસિંગની આ ટ્રક મરચાં ભરીને જઈ રહી હતી તે દરમિયાન આગ લાગી હતી. જેથી આગમાં ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.