વડોદરાઃ રોડ રસ્તાની કામગીરી અંગે સામાજિક કાર્યકરે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી - Vadodara local News
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરથી જીવનભારતી ચાર રસ્તા સુધીના રસ્તાની કામગીરીમાં તંત્રના કરોડો રૂપિયાનો ધૂમાડો થતા ભ્રષ્ટાચારની ગંધ આવી છે. નવ મહિનાથી કામગીરી ન થતા સ્થાનિકોમાં પણ આક્રોશ છે. વાહનચાલકો પણ રોંગ સાઈડ પર જાય છે અને તેના કારણે અકસ્માતો વધ્યા છે. કામગીરી અધૂરી મૂકનારા કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જો તાકીદે રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની કાર્યવાહી નહીં થાય તો શહેરના સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર આપીને આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.