છરી પાલક સંઘ દ્વારા જૂનાગઢમાં પરંપરાગત શોભાયાત્રા યોજાઇ - જૂનાગઢ ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 14, 2019, 4:17 PM IST

જૂનાગઢ: જૈન ધર્મમાં અતિ પાવન માનવામાં આવતી છરી પાલક યાત્રા જૂનાગઢના આંગણે પધારી હતી. ગોંડલથી જૂનાગઢની આ યાત્રા શનિવારે જૂનાગઢના ભવનાથમાં ધાર્મિક વિધિ વિધાન સાથે પૂર્ણ કરવામાં આવી હતી. આ યાત્રામાં ભગવાન મહાવીર સ્વામીના રથને આવકારવામાં આવ્યો હતો. ભગવાન મહાવીર સ્વામીની આસ્થા સાથે પૂજન પણ કરાયું હતું. ગોંડલથી લઈને જૂનાગઢ સુધીની આ યાત્રામાં સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક કલા સાથે જોડાયેલી કેટલીક કલાઓનો પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવું સીદી આદિવાસીઓ દ્વારા કરવામાં આવતું ધમાલ નૃત્ય આ શોભાયાત્રાનું ખાસ આકર્ષણ હતું. બીજી તરફ આ યાત્રામાં પરંપરાગત અને પ્રાચીન પરિધાનો સાથે કલાકારો ધાર્મિક રસથી સમગ્ર યાત્રાને ભક્તિ સભર બનાવી હતી. આ યાત્રા ગોંડલથી પગપાળા નીકળી હતી. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈન ધર્મમાં આસ્થા ધરાવતા લોકોએ હાજર રહીને આ યાત્રાને શનિવારે ભવનાથમાં પૂર્ણ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.