બનાસકાંઠાના વાવ થરાદ હાઇવે પર અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું મોત - pregnant woman died
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8977332-thumbnail-3x2-uiqeow.jpg)
બનાસકાંઠા : વાવ થરાદ હાઇવે પર આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સુઇગામ તાલુકાના ભરડવા ગામે રહેતા રમેશભાઈ રાડીયા તેમની ગર્ભવતી પત્નીને બાઇક પર લઈને સારવાર અર્થે થરાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં અચાનક આખલો આવી જતા રમેશભાઈએ બાઇક પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર દંપતી રોડ પર પટકાયા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપી આવી રહેલું ટ્રેલર મહિલા પર ફરી જતાં ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પતિને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.