પોરબંદર પાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી: લોક મેળાના ઠરાવ અંગે કોંગ્રેસે કર્યો વિરોધ - Janmashtami Lokmelo
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લામાં શુક્રવારે નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. શુક્રવારે યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં 44 સુધરાઈ સભ્યો માંથી 18 સભ્યો ગેર હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી જન્માષ્ટમી લોકમેળા માટે 60 લાખની રકમની ફાળવણી અંગે નો ઠરાવ પણ હોવાથી વિપક્ષના નેતાએ આ અંગે લેખિત વિરોધ કર્યો હતો. વિપક્ષના નેતા જીત આગઠ ટ્રાવેલ હિસ્ટ્રી હોવાના કારણે તેઓને હોમ કોરેન્ટાઇન કરાયા છે. જેથી તેઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ન હતા, પરંતુ તેઓએ લોકમેળાના ઠરાવ અંગે લેખિત વીરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમ નગરપાલિકાના સદસ્ય ચેતના બેન તિવારીએ જણાવ્યું હતું.