નડિયાદમાં સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે મેરેથોન દોડ યોજાઈ - ફિટ ઇન્ડિયા ઇનિશિએટિવ
🎬 Watch Now: Feature Video
નડિયાદ : સંતરામ સમાધિસ્થાન સંચાલિત સંતરામ હેલ્થકેર સેન્ટર અને સંતરામ વિદ્યાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિગમ ફિટ ઇન્ડિયા ઇનિશિએટિવના વિચારોને વાચા આપવા સ્વામી વિવેકાનંદ જયંતિના પર્વ નિમિત્તે મેરેથોન દોડ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દોડ સંતરામ મંદિરથી નીકળી મહાગુજરાત હોસ્પિટલ, વાણિયાવડ સર્કલ, કિડની હોસ્પિટલ, નાના કુંભનાથ રોડ, સંતરામ આંખની હોસ્પિટલ, વી કે વી રોડ થઈ સંતરામ મંદિર પરત ફરી હતી. જેમાં શહેરની વિવિધ આરોગ્ય સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ સહિત મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.