શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
🎬 Watch Now: Feature Video
ભરૂચ: નર્મદા નદીના કીનારે 333 શિવ તીર્થો આવેલા છે. જે પેકી ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વનું સ્થળ એટલે શુકલતીર્થ ગામ. જ્યાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનનું મંદિર આવેલું છે. જેથી કારતક માસમાં દેવ ઉઠી અગિયારસથી દેવ દિવાળી સુધી ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેનો લાહવો લેવા સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. શુકલેશ્વર મહાદેવના પ્રાગટ્ય પાછળ પૌરાણીક કથા જોડાયેલી છે જેના લીધે શુકલેશ્વર મહાદેવના નામ પરથી આ ગામનું નામ શુકલતીર્થ પડ્યું હોવાનું માનવામાં આવે છે. ભાતીગળ મેળામાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનના દર્શન કરી ભક્તોએ મેળાની મજા માણતા હોય છે. ભક્તોને ધ્યાનામાં રાખીને તંત્ર દ્વારા CCTV લગાવવા, વધારાની ST બસ દોડાવવી વગેરે તૈયારીઓ કરવામાં આવી છે.