ગોંડલના કંટોલીયા ગામે ભંગારના ડેલામાં લાગી આગ - ભંગારના ડેલામાં લાગી આગ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : ગોંડલના કંટોલીયા ગામે મોવિયા રોડ પર આવેલા રઘુભાઈ ગેરેજવાળાના ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હતી. જેની જાણ ફાયર વિભાગને કરતા ગોંડલ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રઘુભાઈ ગોંડલમાં કાર અને બાઈકનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. આગ લાગવાને પગલે ડેલામાં રાખેલો ગેરેજના ભંગારનો જથ્થો બળીને ખાખ થયો હતો. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.