અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ વન અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા - A Class One officer from Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ક્લાસ વન અધિકારી મનોજ સોલંકી રૂપિયા 1 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા. આ અધિકારી મનોજ સોલંકી ડેપ્યુટી સીટી એન્જીનીયર ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. જેમનું પ્રમોશન દિવાળી દરમિયાન થશે. તેઓ મકાનની ફાળવણીમાં લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમણે રૂપિયા 5 લાખની લાંચ માગી હતી. જેમાં અધિકારી રૂપિયા 1 લાખની લાંચ લેતા છટકામાં સપડાયા હતા. આ બાબતને લઈને કોર્પોરેશનમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.