જામનગરમાં તહેવાર નિમિતે બોમ્બ ડોગ સ્કવોર્ડ દ્વારા હાથ ધરાયું ચેકિંગ - ગણેશ મહોત્સવને લઈ એલર્ટ અપાયું
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં આઈબી એલર્ટ બાદ તમામ જાહેર સ્થળોએ સુરક્ષા સજ્જ કરવામાં આવી હતી અને શહેરના જાહેર સ્થળોએ બીડીએસ ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ, મુખ્ય મંદિર સહીતના સ્થળોએ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જાહેર માર્ગોના તમામ ખુણેખુણે તપાસ કરવામા આવી સાથે આવતા પ્રવાસીઓના સમાન ચેક કરવામાં આવ્યા છે. જામનગરમાં ગણેશ મહોત્સવને લઈ એલર્ટ અપાયું છે અને શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્કવોડ અને પોલીસ જવાનો ચેકિંગમાં જોડાયા હતા. શહેરમાં મોલ તેમજ મલ્ટિપ્લેક્સ અને જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.