એ...એ...ગઇ... પ્રાંતિજની હાથમતી નદીમાં ખાનગી કાર તણાઇ - હાથમતી નદીમાં પૂર
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ સાંબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાના પ્રાંતિજની હાથમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં એક ખાનગી કાર તણાઇ હતી. જો કે, સમયસૂચકતા દર્શાવતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
છેલ્લા ચોવીસ કલાકથી ગુજરાત રાજ્ય અને ખાસ કરીને રાજસ્થાન નજીકના જિલ્લામાં ભારે વરસાદ પડયો છે. જેના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન સાબરમતી નદીના પટમાં અચાનક પાણી આવતા કોઝવે પરથી એક ખાનગી કાર પાણીમાં ગરકાવ થઈ હતી. કારમાં કોઈ ન હોવાથી સદ્દનસીબે જાનહાનિ થઈ નથી અને ડ્રાઇવરનો પણ બચાવ થયો છે.