વિસાવદરના ભૂતડી ગામે નદી પરના પુલમાં બળદગાડુ તણાયું - bullock cart news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના વિસાવદરના ભૂતડી ગામે નદી પરનો પુલ ધોવાઇ જતા પુલમાં બળદગાડુ તણાયું હતું. વાડીએથી ઘર તરફ જતા સમયે ધ્રાફડ નદીના બેઠા પુલ પર બળદગાડુ તણાયું હતું. વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે બંધુકિયો નદીમાં ઘોડાપૂર આવતા બેઠો પુલ ધોવાઈ ગયો હતો. ગીર જંગલમાં પડી રહેલા સતત વરસાદના કારણે વિસાવદર તાલુકાના લીંમધ્રા ગામેથી પસાર થતી હતી. બંધુકિયો નદીમાં ઘોડાપુર આવતા લીમધ્રાથી ઈટાલી જવાના માર્ગ વચ્ચે જે બેઠો પુલ આવેલો છે તે ઘોડાપૂર આવતા ધોવાય ગયો હતો અને લીમધ્રાથી ઇટાલી જવા માટે રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.