અંકલેશ્વરના કાપોદ્રા નજીક ઈંટ ભરેલો ટેમ્પો પાણીમાં ખાબક્યો, કોઇ જાનહાનિ નહીં - અંકલેશ્વર ઈંટ ભરેલો ટેમ્પો પાણીમાં ખાબક્યો
🎬 Watch Now: Feature Video

ભરૂચ: અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીકથી પસાર થતી ખાડી પર નાનો પુલ આવેલો છે. આ માર્ગ રાષ્ટ્રીય ધોરી માર્ગથી કાપોદ્રા ગામને જોડે છે. ત્યારે ઈંટ ભરીને એક ટેમ્પા ચાલક પુલ પરથી પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન પુલનો એક ભાગ બેસી જતા ટેમ્પો પલટી ખાઈ પાણીમાં ખાબક્યો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો. તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે ખાડીમાં પુર આવતા આ પુલને ભારે નુકસાન પહોચ્યું હતું અને પુલ જર્જરિત બન્યો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું લાગી રહ્યું છે. આ પુલના સમારકામની ગ્રાન્ટ પણ મંજુર થઇ ગઈ છે. પરંતુ પુલનું સમારકામ ક્યારે કરવામાં આવે છે એ જોવું રહ્યું. હાલ પુલને ભારદારી વાહનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.