સુરેન્દ્રનગરઃ માલવણ ગામમાંથી બોગસ મહિલા ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી - સુરેન્દ્રનગરમાંથી બોગસ મહિલા ડૉક્ટરની ધરપકડ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લા SOG પોલીસે પાટડી તાલુકાના માલવણ ગામમાંથી બોગસ મહિલા ડૉક્ટરની ધરપકડ કરી છે. અલકા પટેલ નામની બોગસ ડૉક્ટર પાસે કોઇપણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ નહીં હોવા છતાં ક્લિનિક ખોલી લોકોની સારવાર અને તપાસ કરતી હતી. આ બોગસ ડૉક્ટર ગત 3 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી. જેથી પોલીસે આ બોગસ ડૉક્ટરની ધરપકડ કરી ક્લિનિકમાંથી એલોપેથીક દવા સહિત રૂપિા 8954નો મુદામાલ જપ્ત કર્યો છે.