દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો - દ્વારકામાં બોગસ ડોક્ટર ઝડપાયો
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા : જિલ્લામાં કોરોના વાઇરસની બીમારી દિવસેને દિવસે વધતી જાય છે .આરોગ્ય લક્ષી કામગીરી દરમિયાન દ્વારકા પ્રાંત અધિકારી, દ્વારકા મામલતદાર અને દ્વારકા આરોગ્યની સંયુક્ત ટીમ દ્વારા દ્વારકાના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાઈ જતા તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકા પ્રાંત અધિકારીએ દ્વારકામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરોને બોલાવીને પણ એક મિટિંગ યોજી હતી. તેમજ દ્વારકામાં આવેલા મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી હતી