અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ઈમારત જોતજોતામાં થઈ જમીનદોસ્ત, જુઓ વીડિયો... - ફાયરની ટીમ ઘટના સ્થળે
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરમાં મહામારી અને તૌકતે વાવાઝોડામાં સર્જાયેલી તબાહી વચ્ચે શહેરના જમાલપુર વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાના દ્વશ્યો જોવા મળ્યા હતા. શહેરના જમાલપુરમાં કાજીનાં ધાબા પાસે 5 માળની ઈમારત ધરાશાયી થઈ છે. ઈમારત ધરાશયી થતા ચારે તરફ નાસભાગ સર્જાઈ છે. 5 માળની ઈમારત ગણતરીની મિનિટમાં જમીનદોસ્ત થઈ ચૂકી હતી. આ તકે, ઈમારત ધરાશાયી થતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું હાલમાં સામે આવ્યું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી હતી. આ ઘટના બાદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.