જામનગરના એક જ પરિવારના 8 સભ્યો કોરોના પોઝિટિવ - જામનગરમાં કોરોના
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. રોજ બરોજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા-નવા કેસ વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે જામનગરમાં સોમવારે દિગ્વિજય પ્લોટ-55મા રહેતા કંસારા પરિવારના 8 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તે તમામ લોકોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોઝિટિવ આવેલા લોકોમાં વસુમતીબેન, 40 વર્ષીય તન્વી, 47 વર્ષીય હિતેશ કંસારા, 17 વર્ષીય ખુશી કંસારા, 14 વર્ષીય ઋષિકુમાર અને 20 વર્ષીય વૃંદા કંસારા સામેલ છે. ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં અત્યાર સુધી કોરોનાના 300થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે.