પોરબંદરના બગવદર-વાછોડાને જોડતા માર્ગ પર ગાબડું પડતાં સ્થાનિકોને હાલાકી - 8 inches of rain in Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લાના બરડા પંથકમાં ગત અઠવાડિયે 7થી 8 ઇંચ વરસાદ થતાં બગવદર-વાછોડા અને ખ્રિસ્તી ગામને જોડતા રસ્તા પર પાણી ધસી આવ્યું હતું. જેથી રસ્તા પર ગાબડું પડતાં અનેક વાહનચાલકોને ભારે મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે વાસરડા ગામના સરપંચ ભરતભાઇ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે વધુ વરસાદ પડતા રસ્તા પર ગાબડું પડયું હતું.જે અંગે અધિકારીઓને જાણ કરવામાં આવી છે.