બારે મેઘ ખાંગાઃ મોરબીના 2 બનાવોમાં 7 લોકો તણાયાં, 1નુ મોત - Morbi Rain News
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં મેઘો વધુ મેહરબાન બનતા કેર સમાન લાગી રહ્યો છે. જેના લીધે હવે લોકોને ભારેે મુશ્કેલી પડી રહી છે અને તંત્ર એલર્ટ બનવા તૈયારી કરતા મેઘરાજા જાણે વધારે આક્રમક બન્યા હોય તેમ વરસાદના કારણે જુદા-જુદા બે બનાવો બન્યા હતા. જેમાં કુલ 7 લોકો તણાંયા છે. તેમાં 1નું મૃત્યું થયું છે, તો બે લોકોના જીવ બચાવી લેવમાં આવ્યા છે અને હજુ 4ની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.