સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા સહીત 7 ડેમ ઓવરફ્લો - જુઓ વીડિયો..
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જિલ્લાના ડેમ, ચેકડેમો અને તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જેના પગલે જિલ્લાના સાતથી વધુ ડેમ ઓવરફ્લો થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે નાયકા ડેમના સાત દરવાજા ચાર ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમની અંદર પાણીની આવક થતાં ધોળીધજા, નાયકા ડેમ, વડોદ ડેમ, થોરીયાળી, સબુડી, મોરસલ, ત્રિવેણી ઠાગા ડેમ ઓવરફ્લો થયા છે.