ભિલોડામાં જમીન વિવાદમાં હત્યા કરનાર ૬ આરોપીઓની પોલીસે કરી ધરપકડ - ભિલોડા તાલુકાના કુંડોલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2019, 2:58 AM IST

ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલ(પાલ) ગામે સોમવારે રાત્રે જમીન વિવાદમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા.જોકે પોલીસે 24 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી લીધા હતા.જમીનના સેઢા પરથી પસાર થવા જેવી સામાન્ય બાબતમાં ૪ ઇસમો અને બે મહિલાઓએ યુવકની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી હતી. હત્યાના બનાવના પગલે ભિલોડા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ૬ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જે બાદ ૨૪ કલાકમાં હત્યામાં સંડોવાયેલા ૩ ઇસમો,૨ મહિલા અને એક સગીર આરોપીની કુંડોલ(પાલ) ગામેથી ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.