ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાઈ, 5ના મોત, 12 ઘાયલ - જીપ ઝાડ સાથે ટકરાતા અકસ્માત
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર રોડ પરની એક ઘટનામાં જીપ ઝાડ સાથે ટકરાતા અકસ્માત સજાર્યો હતો. આમ, ખેડબ્રહ્માના મજૂરો ભરેલ જીપને અકસ્માત નડ્યો હતો. જીપ ચાલકને મોડી રાત્રે ઝોકું આવી જતા જીપ ઝાડ સાથે ટકરાઈ હતી. જેમાં 20થી વધુ મજૂરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં 4 વ્યક્તિ અને 7 વર્ષની બાળકીનો સામેલ છે. ઇજાગ્રસ્તોને ખેરાલુ અને વડનગર સિવિલ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 12, 2020, 10:30 AM IST