છોટા ઉદેપુર ARTO કચેરી ખાતે 32મા રોડ સેફ્ટી મંથ 2021ની ઉજવણી કરાઇ - Chhota Udepur news
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર : જિલ્લામાં આવેલા મલાજા ખાતે આવેલ ARTO ઓફિસ ખાતે 32મો નેશનલ રોડ સેફ્ટી મંથ 2021ની ઉજવણી વાહનવ્યવહાર કમિશનરની કચેરીના ઉપક્રમે જિલ્લા નાયબ પોલીસ વડા એ. વી. કાટકારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં છોટા ઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રેલી કાઢી માર્ગ સલામતીના સુત્રોચ્ચાર કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું.