વડોદરા: કમલાનગર તળાવમાંથી 31 કાચબા મૃત હાલતમાં મળી આવ્યા - વડોદરામાં મૃત હાલતમાં કાચબા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કેરળમાં બનેલી ઘટના જેવી જ ઘટના શહેરના કમલાનગર તળાવમાં બની હોવાની આશંકા છે. કારણે કે, આ તળાવમાં શુક્રવારે સવારે 31 જેટલા કાચબા મૃત હાલતમાં મળી આવ્યા છે. જેથી ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાને અને વન વિભાગની ટીમે મૃત કાચબાઓને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ અંગે ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજ ભાવસારે જણાવ્યું હતું કે, વિસ્ફોટક પ્રદાર્થ ફૂટવાના કારણે કાચબાઓનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.