લુણાવાડામાં ડેન્ગ્યુના 30 કેસ સામે આવતા તંત્ર દ્વારા ફોગીંગ કામગીરી કરાઈ
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ જિલ્લાના લુણાવાડામાં ડેન્ગ્યુના 30 કેસ સામે આવ્યા છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક વધારો થતાં વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. લુણાવાડામાં ડેન્ગ્યુના 30 પોઝિટિવ કેસ સામે આવતા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર આર.બી.બારડની સૂચના અનુસાર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ લુણાવાડા નગરપાલિકા સેનેટરી ઇસ્પેક્ટર દીપક પરમારની હાજરીમાં લુણાવાડા નગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ ગ્રસ્ત વિસ્તારમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે, જેથી મચ્છરનો ઉપદ્રવ ઘટાડી ડેન્ગ્યુના કેસમાં નિયંત્રણ લાવી શકાય.