સુરત PCBએ શેરબજારમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ રમાડતા 3 ઈસમોને ઝડપી લીધા - Athwa police station
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9070554-45-9070554-1601978068847.jpg)
સુરત: અઠવા પોલીસ મથકની હદમાં આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળે ગેરકાયદે રીતે શેરબજાર ટ્રેડિંગનો જુગાર ચાલી રહ્યો હોવાની માહિતી સુરત PCBની ટીમને મળી હતી. PCBએ મળેલી બાતમીના આધારે એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફ્લેટ નંબર જી/4માં રેડ કરતા સુમિત રાધેશ્યામ લધડ, હરીશ કુમાર ગોવિન્દ રામજી સુથાર સહિત અભિષેક અમરનાથ મિશ્રા નામના ઇસમોને રંગે હાથ ઓનલાઇન શેર બજારનો જુગાર ચલાવતા મળી આવ્યા હતા. PCBએ સ્થળ પરથી કુલ 2.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. PCBની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગોવિંદ સુથાર અને જીતુ ચોપડા નામના રાજસ્થાની ઈસમો અન્ય સાગરિતો સાથે મળી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે શેર બજારનો જુગાર ચલાવતા આવ્યા છે. જેથી PCB દ્વારા ગોવિંદ સુધાર અને જીતુ ચોપડાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઝડપાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.