મોરબી જિલ્લામાં વધુ 3 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા - વાંકાનેર સિવિલ હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે સતત ત્રીજા દિવસે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં નવા બસ સ્ટેન્ડ પાછળના વૃદ્ધનો રિપોર્ટ તેમજ વાંકાનેરના પિતા પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાંથી શુક્રવારના રોજ લેવાયેલા રૂટીન સ્ક્રીનીંગ સેમ્પલ પૈકી વાંકાનેર શહેરના અમરનાથ સોસાયટીમાં રહેતા 40 વર્ષના પુત્ર અને તેના 65 વર્ષના વૃદ્ધ પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી. તંત્રએ સર્વે સહિતની કામગીરી શરૂ કરી છે. જયારે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળની પંચવટી સોસાયટીમાં રહેતા 69 વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વૃદ્ધને ડાયાબિટીસની પણ બીમારી છે, જે રાજકોટ સારવારમાં હોય અને તેનું શુક્રવારના રોજ સેમ્પલ લેવાયું હતું, જેનો રીપોર્ટ શનિવારે પોઝિટિવ આવ્યો છે. જોકે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ધ્યાને આવી નથી અને મોરબી જિલ્લાના શનિવારના ત્રણ સહીતના કુલ આંક 20 પર પહોંચ્યો છે અને સતત વધતા કેસોને પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.