સુરતમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 3 કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો - સુરત કોંગ્રેસ
🎬 Watch Now: Feature Video
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો વિરોધ હવે સુરતમાં પણ થયો છે. સુરતના ચોકબજાર ગાંધી પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને હાર પહેરાવી સત્યાગ્રહ અને ઉપવાસ કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પપનભાઈ તોગડીયાએ જણાવ્યું હતું કે, આ ત્રણ બિલ કાળા કાયદા રૂપ છે. ભાજપ સરકાર જગતના તાત દુખી હોય અને આ પ્રકારના કાળા કાયદા લાવી રહી છે. જેના વિરોધમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આ સરકાર આ કાળો કાયદો પાછો ખેચે તેવી માગ કરી રહ્યા છે.