પાલીતાણામાં ગમખ્વાર અકસ્માત, 1નું મોત, 25 ઘાયલ - ભાવનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભાવનગરઃ જિલ્લાના પાલીતાણા નજીક આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલટી જતાં 1 બાળકીનું મોત થયું હતું. જ્યારે 25 લોકનોને ગંભીર ઈજા થઈ હતી. ઘટના સમયે હાજર સ્થાનિકોએ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં એક સાથે બે-ત્રણ પરિવાર આદપુર તરફ જતા હતા. તે દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.