રાજકોટમાં 238 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરાયું લોકાર્પણ - 238 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video

રાજકોટ: આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.આ નવી હોસ્પિટલ 6 માળની છે અને તેમાં 238 બેડની સુવિધા છે. સાથે જ હોસ્પિટલમાં અદ્યતન યુરોલોજી, નેફોલોજી, કાર્ડિયોલોજી, પડીયાટ્રિક જેવા વિભાગો પણ બનાવાયા છે. તેમજ અલગ 40 જેટલા સર્જીકલ ICU બેડ પણ બનાવાયા છે. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ફેસ 3 હેઠળ હોસ્પિટલનું રાજકોટમાં નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને આગામી દિવસોમાં મીની એઈમ્સ તરીકે પણ ઓળખવામાં આવશે.