વડોદરા શહેરમાં ગોંધી રાખેલા કુલ 21 પોપટ અને 6 કાચબાને મુક્ત કરાયા - Star turtles

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2020, 10:17 PM IST

વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારમાંથી શહેર વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ડિવિઝન તથા GSPCA સંસ્થા દ્વારા ગોંધી રાખવામાં આવેલા કુલ 21 પોપટ અને 6 કાચબાને મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ગોરવા, છાણી, આજવા રોડ અને વાઘોડિયા રોડ પર આવેલા 12 ઘરમાંથી 10 સુડા પોપટ, 5 પહાડી પોપટ અને 6 કાચબામાંથી 5 સ્ટાર કાચબા અને એક પાણીના કાચબાને મુક્ત કરાયા છે. જ્યારે ફતેગંજ, બાજવાડ અને દાંડીયા બજારના 4 ઘરમાં પાંજરે પૂરેલા 6 પોપટને મુક્ત કરાયા છે. આ 16 ઘરના વ્યક્તિઓ વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.