મોરબીના 2 વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષામાં સફળતા મેળવી - શેરશીયા નઈમ
🎬 Watch Now: Feature Video

મોરબીઃ તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ કૉલેજમાં એડમિશન મેળવવા માટેની પરીક્ષા NEET-2020નું પરિણામ જાહેર થયું છે. જેમાં મોરબીની એલીટ સ્કૂલ તેમજ નવયુગ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા, પરિવાર અને મોરબીનું ગૌરવ વધાર્યું છે. મોરબીની એલીટ સ્કૂલના વિદ્યાર્થી શેરશીયા નઈમે NEET-2020ની પરીક્ષામાં 720માંથી 670 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કમાં 1269 ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, જ્યારે નવયુગ સાયન્સ સ્કૂલની વિદ્યાર્થિનીએ 662 માર્ક્સ મેળવ્યા છે.