કડાણા જળાશયમાંથી 2 લાખ કયુસેક પાણી મહી નદીમાં છોડાયું - Kadana Dam
🎬 Watch Now: Feature Video
રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના કડાણા જળાશયમાં ઉપરવાસમાં તેમજ કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. કડાણા ડેમના ઉપરવાસમાં આવેલા મહિબજાજ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, તથા અનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિના પગલે મહીસાર જિલ્લા કલેક્ટરે રવિવારે કડાણા ડેમની મુલાકાત લીધી હતી. કડાણા ડેમમાં રવિવારે સાંજનું લેવલ 411 ફૂટ 5 ઇંચ છે તથા આવક 2,40,000 કયુસેક છે. ડેમ 80 ટકાથી વધુ ભરાઈ જતા વોર્નિંગ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. કડાણા જળાશયમાંથી એડિશનલ 10 ગેટ 6 ફૂટ જેટલા ખોલી તે મારફતે 50,000 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. 2,00,000 કયુસેક પાણી મહી નદીમાં હાઇડ્રો પાવર હાઉસ તથા ગેટ મારફતે છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવાથી કડાણા
મહીસાગર તાલુકામાં આવેલા ઘોડીયાર બ્રીજ તથા લુણાવાડા તાલુકાનો હાડોડ બ્રીજ ડુબાણમાં જવાની શક્યતા છે. નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.