અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાથી 2ના મોત - latest news of Aravalli

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 6, 2020, 10:31 PM IST

અરવલ્લી: જિલ્લામાં ભિલોડાના માંકરોડાના શ્રદ્ધા બંગ્લોઝમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા નિવૃત્ત આર્મી જવાન સુરેશભાઈ થાવરાજી ગામેતી પશુઓ ચરાવવા ગયા હતા. આ દરમિયાન વીજળી પડતા તેમનું મોત થયું હતું. બીજી બાજુ મોડાસાના નાંદીસણ ગામે ખેતરમાં બળદ બાંધવા ગયેલા 25 વર્ષીય જયંતીભાઈ સોમાભાઈ પગી પર વીજળી પડતા ખેતરમાં જ તેમના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. આ ઘટનાની જાણ પરિવારજનો અને લોકો થતા ખેતરમાં દોડી ગયા હતા. પોલીસે યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.