રાજ્યના 15 જિલ્લાના 18 જજોની બદલી કરાઈ - gujaratinews
🎬 Watch Now: Feature Video
અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશ બાદ રાજ્યની 15 જિલ્લા નીચલી કોર્ટમાં કાર્યરત જજોની બદલી કરવામાં આવી છે. અમદાવાદની વિવિધ નીચલી કોર્ટમાં કાર્યરત 3 જજની પણ અલગ અલગ જિલ્લા બદલી કરવામાં આવી છે.અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ચીફ જજ એમ.કે. દવેની વલસાડના પ્રિન્સિપાલ જજ તરીકે નિમણુંક કરાઈ છે, અને તેમના સ્થાને ભાવનગરના પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ.કે. બક્ષીને અમદાવાદ સીટી સિવિલ કોર્ટના ચીફ જજ બનવાયા છે.આજ રીતે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.પી. સૈયદને પોરબંદર જિલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ નિમણુંક કરવામાં આવ્યા છે. પાલનપુરની કોર્ટમાં કાર્યરત જજ આર.આર. ચૌધરીને જેતપુર કોર્ટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.