મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ - Morbi latest news
🎬 Watch Now: Feature Video
મોરબી : ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ટાઉન હોલ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાંથી કુલ 122 સ્પર્ધકોએ ભાગ લઇને અદભુત ડાન્સ રજૂ કર્યા હતા. આ કોમ્પીટીશનમાં કલાકારોએ બેટી બચાવો અને ખેડૂત થીમ પર અનોખા પરફોર્મન્સ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારોનો ઉત્સાહ વધારવા માટે મોરબીના સામાજિક અગ્રણીઓ તેમજ ગુજરાતી ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અગ્રણી લાલજીભાઈ મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
TAGGED:
Morbi news