મોરબીમાં 120 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ લેહરાવામાં આવ્યો - 73 માં સ્વાતંત્ર્ય પર્વ
🎬 Watch Now: Feature Video
મોરબીઃ આજે દેશભરમાં 73 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીવાસીઓ પણ દેશ ભક્તિના રંગે રંગાયા છે. શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. તો મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરી કરવામાં આવી હતી. ખાસ કરીને મોરબીના લાલપર ગામના યુવાનોએ ક્રેન પર 120 ફુટ ઊંચાઈએ તિરંગો લહેરાવી ભવ્ય ઉજવણી કરી હતી.