મહુવાના પીજીવીસીએલમાં 11 કર્મચારી કોરોના પોઝિટિવ - 11 employees in PGVCL corona positive
🎬 Watch Now: Feature Video
ભાવનગર: મહુવાના PGVCLમાં રેપીડ ટેસ્ટ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આશરે 200 જેટલા કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. ત્યારે એક્ઝિક્યુટિવ કચેરીમાં રેપીડ ટેસ્ટ દરમ્યાન કોરોનાના 11 પોઝિટિવ કર્મચારીઓ સામે આવ્યા છે. એક સાથે 11 જેટલા કર્મચારી સામે આવતા પીજીવીસીએલ કચેરીમાં હડકંપ મચી ગયો છે. જો કે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પણ જે રીતે કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને જોતાં લોકોમાં ચિંતા પણ વધી રહી છે.