રાષ્ટ્ર કક્ષાની બ્રેઈન ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની સ્પર્ધામાં લુણાવાડાના બાળકો બન્યા વિજેતા - મહીસાગર તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
મહીસાગરઃ લુણાવાડાના અલોહા બ્રેઈન ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા 29 મી ડીસેમ્બરના રોજ રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધા ચેન્નઈ ખાતે યોજાઈ હતી. જેમાં અલગ અલગ રાજ્યોના આશરે 1500 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. તેમાં બાળકોએ 5 મિનિટમાં 70 દાખલા અને અંગ્રેજીમાં 70 પ્રશ્નો સોલ્વ કરવાના હતા. જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અલોહા સેન્ટરના 11 બાળકો, જેમાં કાવ્યા જોષી, નવ્યા ચૌધરી, વંશીકા માલીવાડ, હેમ પટેલ, યાન્શી પટેલ, હેલી મોદી, ટવીશા પટેલ, નિષ્ઠા પટેલ, શિવ પટેલ, જીયા સોની, ક્રીશીવ કાપડિયાએ ભાગ લીધો હતો. જેમાંથી બધાજ બાળકો વિજેતા થયા હતા.