મધ દરિયામાં ફિસિંગ બોટના ખલાસીનો પગ ફસાઈ જતા 108 બોટ તાત્કાલિક મદદે - porbander letest news
🎬 Watch Now: Feature Video
પોરબંદર: જિલ્લામાં 10 નોટીકલ માઈલ દુર ફિશિંગ બોટમાં જાળ ખેંચવાના વાયરમાં પગ ફસાઈ જતા ખલાસીને ઈજા થતા પોરબંદર 108 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી. પોરબંદરની રામદેવજી નામની ફિશિંગ બોટ પોરબંદરથી દસ નોટીકલ માઈલ દુર દરિયામાં ફિશિંગ કરી રહી હતી. જે દરમિયાન બોટના ખલાસી કારાભાઈ ગોવિંદભાઈ વાળાનો પગ જાળ ખેંચવાના વાયરમાં ફસાઈ જતા તેને પગમાં ગંભીર ઈજા થઇ હતી. આથી બોટના ખલાસીઓ દ્વારા પોરબંદર 108 બોટ એમ્બ્યુલન્સને જાણ કરતા EMT અક્ષય ચુડાસમા તથા તેની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બોટ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી અને બાદમાં વધુ સારવાર માટે પોરબંદર જેટી ખાતે થી 108 મારફત પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા.