વડોદરામાં 108 એમ્બ્યુલન્સને કોરોના કીટથી સજ્જ કરાઈ - ઇમર્જન્સી કેસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6412107-thumbnail-3x2-sda.jpg)
વડોદરા: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને પગલે હાહાકાર મચી ગયો છે. જેને લઈને ઈમરજન્સી સેવા પૂરી પાડતી 108 એમ્બ્યુલન્સના પાયલોટ,ટેક્નિશિયન અને દર્દી આ ત્રણેયની સલામતી માટે તકેદારીના ભાગરૂપે 108 એમ્બ્યુલન્સને કોરોના કીટથી સજ્જ કરી દેવામાં આવી છે. કોરોનાએ છેલ્લા દોઢ મહિનાથી ભારત સહિતના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં હજી કોરોનાએ દેખા દીધી નથી, પરંતુ108 એમ્બ્યુલન્સ સેવાઓએ ઇમર્જન્સી કેસને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસના દર્દીની જાણ થાય અને 108માં તેને લેવા જવાની નોબત આવે તો તેની તૈયારીના ભાગરૂપે દરેક 108 એમ્બ્યુલન્સને કોરોના કિટથી સજ્જ કરી છે.આ કીટમાં પાઇલટ, ટેક્નિશિયન અને દર્દી ત્રણેયની સલામતીનો ખ્યાલ રાખવામાં આવ્યો છે.આ કીટમાં આંખના રક્ષણ માટે સન ગ્લાસ, માસ્ક, હેડ કવર્સ અને એપ્રન અપાયા છે. આ કિટની તમામ ચીજો સિંગલ યુઝ એન્ડ થ્રો છે.
Last Updated : Mar 14, 2020, 11:25 PM IST