સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર લાઈટની રોશની સાથે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો - રેલવે સુરક્ષા દળ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ રાજકોટ ડિવિઝન હેઠળ આવતા દ્વારકા, જામનગર અને મોરબી સ્ટેશનો ઉપર મોનુમેન્ટલ ફ્લેગ લગાવ્યા બાદ સુરેન્દ્રનગરમાં પણ રેલવે સ્ટેશન ઉપર 100 ફૂટ ઊંચો મોનુમેન્ટલ રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ રાજકોટ ડિવિઝનના રેલવે મેનેજર પરમેશ્વર ફૂંકવાલે ઉપસ્થિત રહીને સ્મારક રાષ્ટ્રધ્વજને સ્થાપિત કર્યો હતો. આ રાષ્ટ્ર ધ્વજ ઉપર લાઈટ સાથે 24 કલાક ત્રિરંગો લહેરાવતા સુરેન્દ્રનગર વાસીઓમાં સતત રાષ્ટ્ર ભાવના ઉજાગર કરનાર હોવાનું ઉપસ્થિત ડીઆરએમએ જણાવ્યું હતું. આ વેળાએ રેલવે સુરક્ષા દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન ઉપર મોનુમેન્ટલ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતી વેળાએ મોટી સંખ્યામાં રેલવે વિભાગના કર્મચારીઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.