સુરેન્દ્રનગરમાં સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત - સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા 10 વર્ષીય બાળકનું મોત
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર : નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા અંદાજે 10 વર્ષીય બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. પાલિકાની ફાયર ફાઈટર ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકની લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઘનશ્યામનગરમાં રહેતા આ બાળકનું નામ ઓમ ડાભી હોવાનું બહાર આવ્યું હતું. સ્વિમિંગ પૂલ બંધ હોવા છતાં બાળકનું મોત નિપજતા પાલિકા તંત્ર સામે સવાલો ઉભા થયા છે.