ખેડાઃ નદીમાં ગણેશ વિસર્જન કરવા જતા 4 યુવાન તણાયા, 1નું મોત, જુઓ લાઈવ વીડિયો - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે શેઢી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો બે કાઠે વહેતી નદીના વહેણમાં તણાયા હતા. જેથી વિસનગર ગામેથી તરવૈયાઓને બોલાવતા તેમણે યુવાનોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ત્રણ યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે એક યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હતું. મૃતદેહને ડાકોર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી ઠાસરા પોલીસે વધુ તપાસ ધરી છે. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.