મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો મજેદાર વીડિયો, ધોનીએ ગલી ક્રિકેટ રમીને બાળપણના દિવસોની યાદ કરી તાજી - m s dhoni
🎬 Watch Now: Feature Video
ઝારખંડઃ મહેન્દ્રસિંહ ધોનીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કેટલાક લોકો ગલી ક્રિકેટ રમતા દેખાઈ રહ્યાં છે. વીડિયોમાં બેટ્સમેને પોતે આઉટ હોવાની ના પાડી દીધી. ધોનીએ આ વીડિયો પોસ્ટ કરતા તેની કેપ્શનમાં લખ્યું કે, 'જ્યારે તમને ખબર હોય છે કે શુ થવાનું છે અને તમે તમારો કેમેરો ચાલુ કરી દો અને આગામી 1 મિનીટમાં તમને તે મળી જાય છે. ઓછા પ્રકાશ માટે માફી માંગુ છુ, પરંતુ સુંદર પળ હતા, જ્યારે પહેલો બોલ ટ્રાયલ બોલ હતો, અમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય. શાળાના દિવસો યાદ આવી ગયા. તેઓ આ ક્યારેય સ્વીકાર ન કરતાં જો આ વીડિયો ન હોત તો. ક્રિકેટમાં ક્યારેકને ક્યારેક જોયેલી આ ક્ષણોની મઝા માણો...'